પો.સ.ઈ. ભરતી બોર્ડ ધ્વારા પારદર્શક અને નિષ્‍પક્ષ ભરતી યોજાય તે અંગે લીધેલ પગલા :

ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને કોઇ પણ જાતની ગેરરીતી વગર તેમજ નિષ્‍પક્ષ રીતે થાય તે માટે ભરતી બોર્ડ ધ્‍વારા પુરતા પગલા લેવામાં આવશે. જેની વિગત નીચે મુજબ છે.

  • (૧) શારીરીક કસોટી માટે R.F.I.D.નો ઉપયોગ કરવામાં આવશે.
  • (ર) શારીરીક કસોટીમાં CCTV Camera લગાડવામાં આવશે જેથી કોઇ ગેરરીતીનો અવકાશ ન રહે.
  • (૩) શારીરીક કસોટી અને શારીરીક માપ કસોટીમાં ઉતીર્ણ થનાર ઉમેદવારોના બાયોમેટ્રીકસ અને ફોટોગ્રાફસ લેવામાં આવશે જેને આધારે ત્યાર પછીની પરિક્ષાઓમાં બાયોમેટ્રીકસ અને ફોટોગ્રાફનું વેરીફિકેશન કરવામાં આવશે.
  • (૪) શારીરીક કસોટી બાદ પ્રિલિમીનરી પરિક્ષા લેવામાં આવશે.
  • (૫) પ્રિલિમીનરી પરિક્ષા બાદ મુખ્ય પરિક્ષા લેવામાં આવશે.
  • (૬) પ્રિલિમીનરી પરિક્ષા અને મુખ્ય પરિક્ષા માટે શહેર/જીલ્‍લા કક્ષાએ જયાં CCTV Camera ની સુવિધા છે તેવા જ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે.
  • (૭) સ્‍ટ્રોંગ રૂમો ઉપર સતત ૨૪ કલાક માટે CCTV Camera કાર્યરત રહેશે.